Oct 14, 2015

તા.૧૪/૧૦/૧૫
આદરણીય,
શિક્ષક ભાઈ-બહેનો.
       ગુજરાત સરકાર દ્વારા આજની કેબીનેટ બેઠકમાં ફિક્સપગારવાળા વિદ્યાસહાયકોને પાંચ વર્ષે સી.સી.સી.ની આંટ વિના પુરાપગારમાં સમાવી લેવાનો નિર્ણય કરેલ છે.ગુજરાત રાજ્ય પ્રા.શિ.સંઘની સરકારમાં સતત રજૂઆતનું પરિણામ મળેલ છે.ફિક્સ પગારી કર્મચારીઓની વ્યથાઓને ગુ.રા.પ્રા.શિ.સંઘ દ્વારા ધારદાર રજૂઆતને ધ્યાને લઈ મૂળપાત્રતાની તારીખથી પૂર્ણપગારમાં સમાવી બે વર્ષમાં સી.સી.સી.પાસ કરવાનાં નિર્ણયને ગુ.રા.પ્રા.શિ.સંઘ આવકારી રાજ્યનાં મુખ્યમંત્રી શ્રીમતિ આનંદીબેન પટેલ,માન.કેબીનેટ મંત્રીશ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા,માન.નાનુભાઈ વાનાણી સાહેબ,માન.શ્રીમતિ વસુબેન ત્રિવેદી વગેરે પ્રત્યે ગુજરાત રાજ્ય પ્રા.શિ.સંઘ આભારની લાગણી વ્યક્ત કરે છે.ગુજરાત રાજ્યનાં પ્રા.શિક્ષકો પણ અમોને હંમેશા પ્રશ્ર્નો ઉકેલની દિશામાં લાગણી,સહકાર આપતાં રહે તેવી અભિલાષા સાથે..............
-દિગ્વિજયસિંહ જાડેજા
  પ્રમુખશ્રી,ગુ.રા.પ્રા.શિ.
    સંઘ
-સતિષભાઈ પટેલ
   મહામંત્રી,ગુ.રા.પ્રા.શિ.
     સંઘ