Jan 7, 2016

સમાસ અને અલંકાર

[07/01 12:22 PM] vijay avad talati: समास
સમાસ એટલે શું ?
=> બે કે વધુ પદો જોડાઇને એક પદ કે એકમ બને ત્યારે તે પ્રક્રિયાને ‘સમાસ’ કહેવામાં આવે છે.
સમાસનો વિગ્રહ કોને કહેવાય ?
સમાસનો વિગ્રહ એટલે સમાસમાં બંને પદને એમની વચ્ચેના અને એમના વાકય સાથેના સંબંધો વ્યકત થાય એ રીતે છૂટાં પાડવાં,વિગ્રહ કરતી વખતે એ પદો વચ્ચે સંબંધ બતાવવા વિભકિતના પ્રત્યયો/અનુગ/નામયોગીઓ મુકવામાંઆવે છે.

સમાસના પ્રકાર

દ્વન્દ્વ
સમાસતત્પુરુષ
સમાસકર્મધારય
સમાસબહુવ્રીહી
સમાસમધ્યકપદલોપી
સમાસઉપપદ સમાસ

(૧) દ્વન્દ્વ સમાસ 
            
=> દ્વન્દ્વ સમાસનો વિગ્રહ પૂર્વ પદ અને ઉત્તરપદ વચ્ચે ‘અને’ મૂકીને થાય તો તેને ‘ઈતરેતર દ્વન્દ્વ’સમાસ     કહેવાય.
ઉ.દાઃઅંજળ –અન્ન અને જળ

=> દ્વન્દ્વ સમાસનો વિગ્રહ કયારેક પૂર્વ  પદ અને   ઉત્તરપદ વચ્ચે ‘કે’ મૂકીને પણ થાય,    તો  તેને ‘વૈકલ્પિક દ્વન્દ્વ’ સમાસ કહૈવાય.
ઉ.દાઃ કુવોહવાડો-
કુવો કે હવાડો
તડકાછાંયા    
હળવેહળવે    
હ્રષ્ટપુષ્ટ
હારજીત     
જયપરાજય     
નવાજૂના
વેશટેક       
માબાપ         
રાગદ્વેષ
લાભાલાભ  
રાત દિવસ       
આપ-લે
(૨) તત્પુરુષ સમાસઃ-

=>  આ સમાસના પદો વિભક્તિ સંબંધથી જોડાયેલા હોય છે.
=>  આ સમાસના પદોને અર્થાત્ પૂર્વપદ અને ઉત્તરપદ વચ્ચે વિભક્તિના પ્રત્યય/ અનુગ /નામયોગીઓ     મૂકીને વિગ્રહ કરવામાં આવે છે.

તત્પુરુષ સમાસના ઉદાહરણઃ

મૃત્તિકરૂપ  
સંસારસેવક  
ચરણરજ
કાળભર્યા  
નિત્યનિયમ  
જનવૃંદ
પત્રવ્યવહાર
પાદત્રાણ 
બ્રહ્મનાદ
કાવ્યસંગ્રહ  
મિટ્ટકણ 
પૃથિવીવલ્લભ
રામવિજય
(૪) મધ્યમ પદલોપી સમાસ:-
=>  આ સમાસમાં પૂર્વપદ અને ઉત્તરપદ વચ્ચેથી એક કે વધુ પદોનો લોપ થયો હોય     
જે વિગ્રહ વખતે ઉમેરવા પડે છે, તેને મધ્યમપદલોપીસમાસ કહે છે.

દવાખાનું-દવા મેળવવા માટેની જગ્યા
સિંહાસન-સિંહની આકૃતિવાળું આસન
દીવાદાંડી –દીવો બતાવતી દાંડી
ઘોડાગાડી-ઘોડા વડે ચાલતી ગાડી
વર્તમાનપત્ર- વર્તમાન સમાચાર આપતું પત્ર
ધર્મક્ષેત્ર –ધર્મ આચરવાનું ક્ષેત્ર
લોકવાયકા –લોકોમાં પ્રચલિત વાયકા
(૩) કર્મધારય સમાસઃ-

=>   પૂર્વપદ જયારે ઉત્તરપદના વિશેષણ તરીકે કાર્ય કરતું હોય ત્યારે કર્મધારય સમાસ બને છે.     
કર્મધારય સમાસ જુદીજુદી રીતે બને છે .
ઉદાહરણ
૧:-મુખ્ય પદ વિશેષ્ય હોય અને ગૌણ પદ વિશેષણ હોયત્યારે તમને સીધી રીતે જ છૂટાં પાડવાં.

જીવનસુંદરી – જીવન રૂપી સુંદરી
ભરસભા-ભરી સભા
પરદેશ – બીજો દેશ
દેહલતા –દેહ રૂપી લતા
કાજળકાળી –કાજળ જેવી કાળી
જ્ઞાનસાગર-જ્ઞાન રૂપી સાગર
શબ્દપ્રમાણ-શબ્દ એ જ પ્રમાણ
વિષયાન્તર- અન્ય વિષય
ઘનશ્યામ – ઘન જેવું શ્યામ
નરસિંહ – સિંહ જેવો નર
નવયુગ- નવો યુગ
મહોત્સવ –મહા ઉત્સવ
૨.મુખ્ય પદ ઉપમેય હોય ગૌણ પદ ઉપમાન હોયત્યારે ઉપમાવાચક શબ્દ ઉમેરવો
૩.મુખ્ય પદ વિશેષણ હોય અને ગૌણ પદ ઉપમાન હોય ત્યારે પણ ઉપમાવાચક શબ્દ મૂકીને વિગ્રહ કરવો.
૪.કર્મધારય સમાસમાં વિશેષણ તરીકે કામ કરતાં પદતરીકે ‘ન’‘ના’ જેવાં નિષેધવાચક પદો પણ આવ

(૫) બહુવ્રીહી સમાસ:

=>  જે સમાસનાં બન્ને પદ વચ્ચે વિશેષણ-વિશેષ્યનો વિભકિતનો અથવા ઉપમાન- ઉપમેયનો સંબંધ હોય,  અને સમસ્ત પદ બીજા કોઇ પદના વિશેષણ તરીકે વપરાતું હોય ત્યારે.

દશાનન- દશ છે આનન(મુખ)જેને તે
ત્ર્યમ્બક- ત્રણ છે અમ્બક(નેત્ર) જેને તે
ગજાનન – ગજના જેવું આનન(મુખ) જેનું તે
ક્ષણભંગુર- જેનો ક્ષણમાં નાશ થાય છે તે
દમોદર –દામન (દોરડું)છે જેનો ઉદર પર તે
ધર્મનિષ્ઠ –ધર્મમાં જેની નિષ્ઠા છે તે
હતાશ – જેની આશા હત(ખતમ) થઇ છે એવો
સધવા- ધવ(પતિ) સહિત
સહકુટુંબ – કુટુંબ સહિત
સહોદર – સમાન છે ઉદર જેનું તે
બહુવ્રીહી સમાસમાં જયારે પૂર્વ પદ તરીકે‘ન’, ‘ના’, ‘નિસ્’,‘બે’,‘બિન’,‘ગેર,‘અન્’,હોય ત્યારે નઞ બહુવ્રીહી સમાસ કહેવાય છે.
પૂર્વ પ્રત્યય (પ્ર/વિ/કુ/બદ) હોય એવા સમાસને પ્રાદી બહુવ્રીહી સમાસ કહે છે
પૂર્વ પદમાં સાથે કે સમાસનો અર્થ બતાવનાર ‘સ’કે ‘સહ’ આવે એવા બહુવ્રીહી સમાસને ‘સહ બહુવ્રીહી’ કહેવામાં આવે છે.

(૬) ઉપપદ સમાસ:-
=>  આ સમાસમાં પૂર્વપદ ઉત્તરપદ સાથે વિભકિત સંબંધથી જોડાયેલું હોય અને ઉત્તરપદ ક્રિયાધાતુ હોય,   તેને’ઉપપદ’ સમાસ કહે છે.આ સમાસનો વિગ્રહ વિભકિતનો અનુગ મુકીને ક્રિયાપદનું યોગ્ય રૂપ કરીને   વિશેષ વાકય બનાવામાં આવે છે.

ગૃહસ્થ – ગૃહ(ઘરે) રહેનાર
મનોહર –મનને હરનાર
ગગનભેદી – ગગન (આકાશ)ને ભેદનાર
પગરખું – પગનું રક્ષણ કરનાર
પંકજ –કાદવમાં જનમનાર
ગ્રંથકાર – ગ્રંથની રચનાકરનાર
જીવરખું –જીવને રાખનાર
પ્રેમદા – પ્રેમને આપનાર
ગિરિધર–ગિરિ(પર્વત) ને ધારણકરનાર
જહાંગીર – જહાં (પૃથ્વી) ને જીતનાર
ભયંકર – ભય કરનાર
ગોપાળ – ગાયોને પાળનાર
ધર્મજ્ઞ – ધર્મને જાણનાર
પૂર્વજ – પૂર્વે જન્મ લેનાર
[07/01 12:22 PM] vijay avad talati: અલંકાર એટલે શું ?

સાહિત્યમાં વાણીને શોભાવવા માટે ભાષાકિય રૂપોનો જે પ્રયોજન કરવામાં આવે છે તેને અલંકાર કહેવામાં આવે છે.

શબ્દાલંકાર  એટલે શું ?
વાકય કે પંકિતમાં જ્યારે શબ્દની મદદથી ચમકૃતિ સર્જાય ત્યારે.. .
અર્થાલંકાર એટલે શું ?
  વાકય કે પંકિતમાં જ્યારે અર્થની મદદથી ચમકૃતિ સર્જાય ત્યારે.. .
ઉપમેય એટલે શું ?
જે વસ્તુ કે પદાર્થની સરખામણી કરવાની હોય તે…
ઉપમાન એટલે શું ?
જે વસ્તુ કે પદાર્થની સાથે સરખામણીકરવાની હોય તે…
સાધારણ ધર્મ એટલે શું ?
બે જુદી જુદી વસ્તુઓ વચ્ચે રહેલા કોઇ ખાસ  ગુણોને સાધારણ ધર્મ કહેવામાં આવે છે.
ઉપમાવાચક શબ્દો એટલે શું ?
બે જુદી જુદી વસ્તુઓ વચ્ચેની સરખામણી કરવામાટે વપરાતા શ્બ્દોને ઉપમાવાચક શબ્દો કહે છે.

શબ્દાલંકારના પ્રકાર
(૧) વર્ણાનુપ્રાસ  (વર્ણસગાઇ)
(૨) યમક       (શબ્દાનુપ્રાસ)
(૩) આંતરપ્રાસ  (પ્રાસસાંકળી)
(૪) અંત્યાનુપ્રાસ
અર્થાલંકારના પ્રકાર
(૧) ઉપમા     
(૨)  ઉત્પ્રેક્ષા
(૩) રૂપક       
(૪) અનન્વય
(૫) વ્યતિરેક   
(૬)  શ્લેષ
(૭) સજીવારોપણ
(૮) વ્યાજસ્તુતિ

(૧) વર્ણસગાઇ, વર્ણાનુપ્રાસ, અનુપ્રાસ અલંકારઃ—
વાકય કે પંકિતના પ્રારંભે એકનોએક વર્ણ બે કે બે થી વધારે વખત આવી વાકયમાં ચમત્કૃતિ સર્જે ત્યારે.. ..
ઉદાહરણઃ—
૧  નિત્યસેવા,નિત્ય—કીર્તન—ઓચ્છવ નિરખવા નંદકુમાર રે.
૨  જેને ગોવિંદા ગુણ ગાયા રે.
૩  નટવર નિરખ્યા નેન તે…
૪  માડી મીઠી,સ્મિતમધુર ને ભવ્ય મૂર્તિ પિતાજી.
૫  પુરી કાશી,કાંચી,અવધ,મથુરાને અવર સૌ

(૨) શબ્દાનુપ્રાસ, યમક, ઝટ અલંકારઃ—
જ્યારે વાકયમાં પંકિતમાં એક સરખા  ઉચ્ચારવાળા અને અલગ અલગ અર્થ ધરાવતા બે અથવા બેથી વધારે શબ્દો આવી ચમત્કૃતિ સર્જય ત્યારે.
ઉદાહરણઃ—
૧  કાયાની માયામાંથી છુટવા ગોવિંદરાયની માયા કરો.
૨  જાંબાળા…ખોપાળા…તગડીને ભડી…નેભાવનગર…
૩  હળવે હળવે હળવે હરજી મારે મંદિર આવ્યા રે.
૪ અખાડામાં જવાના મેં ઘણીવાર અ—ખાડા કર્યા.
૫  દીવાનથી દરબારમાં, દીવા નથી છે અંધારું ઘોર.

(૩) આંતરપ્રાસ, પ્રાસસાંકળીઃ—
પહેલા ચરણના છલ્લો શબ્દનો અને બીજા ચરણના પ્રથમ શબ્દ વચ્ચે જ્યારે પ્રાસ રચાય ત્યારે.
ઉદાહરણઃ—
૧  જતો હતો અંધ થતી નિશામાં,સુગુપ્ત રાજગૃહની દિશામાં.
૨  વિચારનો નેઞ જલે ભરાય છે,શરીરનું ચેતન ત્યાં હરાય છે.
૩  પાનેપાને પોઢી રાત,તળાવ જપ્યું કહેતા વાત.
૪  સામા સામા રહયાં શાભે,વ્યોમ ભોમ બે સોય.
૫  વિદ્યા ભણિયો જેહ,તેહ ઘેર વૈભવ રૂડો.
     
(૧) ઉપમા અલંકારઃ—
ઉપમેયની ઉપમાન સાથે સરખામણી કરવામાં આવે ત્યારે
ઉપમાવાચક શબ્દો (શું,શી,શા,જેવું,જેવા,જેવી,જેમનું,તેમનું,સરખું,સમોવડું,તુલ્ય,પેઠે,માફક,સમાન,)
ઉદાહરણઃ—
૧  પુરુષોની માફક સ્ત્રીઓ પણ કેળવણી લઇ શકે છે.
૨  મને તેમનું વચન અપમાન જેવું લાગે છે.
૩  સંતરાની  છાલ જેવો તડકો વરસે છે.
૪  ધરતીપર વરદાનની માફક ચાંદની ઊતરી રહી છે.
૫  શામળ કહે બીજાબાપડા, પ્હાણ સરીખા પારખ્યા.

(૨) ઉત્પેક્ષા અલંકારઃ
ઉપમેય અને ઉપમાનની એકરૂપતાની સંભાવના/શકયતા વ્યકત કરવામાં આવે ત્યારે.. .. ..
ઉત્પેક્ષા.. વાચકશબ્દોઃ—જાણે,રખે,શકે
ઉદાહરણઃ
૧ જેનામાં વૃક્ષપ્રીતિ નથી એનામાં જાણે કે જીવનપ્રીતિ નથી.
૨ વપુ-તેજ પ્રગટયું ભગવાન ,જાણે થયા ઉઠે શશિયર-ભાણ.
૩ જયાં-ત્યાં આવી વય બદલી સંતાય,જાણે પરીઓ.
૪ દર્દ અને ઉપેક્ષા જાણે ગળથુંથી માંથી જ મળેલા.
૫ થાય છે મારી નજર જાણે હરણ ન રહે ઠેકતી એ ઘાસમાં.

(૩) રૂપક અલંકારઃ
ઉપમેય અને ઉપમાનને એકરૂપ દર્શાવવામાં આવે ત્યારે …
ઉદાહરણઃ   
૧   બિદુને નવી મા મળતાં પ્રેમ સાગરમાં ભરતી આવી.
૨   ફાગણનાં વૃક્ષો પરથી સૂરજને ખરતો જોઉં છું.
૩   ધણી સુરભિ સુત છે.
૪   હરખને શોક ની ના’વે  જેને હેડકી.
૫  ઊંગતાને પાયે જગની જેલ.

(૪) અનન્વય અલંકારઃ
ઉપમેયની ઉપમેય સાથે જ સરખામણી કરવામાં આવે ત્યારે…
ઉદાહરણઃ
૧  મહુડાના વૃક્ષો એટલે મહુડાના વૃક્ષો.
૨  હિમાલય એટલે હિમાલય.
૩  આકકાનું વર્તન એટલે આકકાનું વર્તન,
૪  માતેમા બીજા બધા વગડાના વા.
૫ મનેખ જેવા મનેખને કપરો કાળ આવ્યો.

વ્યતિરેક અલંકારઃ
ઉપમાન કરતાં ઉપમેયને ચડિયાતું બતાવવામાં આવે ત્યારે
ઉદાહરણઃ
૧  બાપુનુ હૃદય ફૂલ કરતાં કોમળ હતું.
૨  કમળકળી થકી કોમળું રે બેની અંગ છે એનું !
૩  સુદામાના વૈભવ આગળ કુબેર તે કોણ માઞ.
૪  ઊર્મિલાની વાણી અમૃતથીયે મીઠી છે.
૫  તું ચંદ્રથી ચારૂ સુહાસિની છે.

શ્લેષ અલંકારઃ
  જ્યારે શબ્દને જોડવાથી કે તોડવાથી (અર્થાત્‌)
  એક જ શબ્દના બે કે બેથી વધારે અર્થ બને ત્યારે…
ઉદાહરણઃ   
૧  જવાની તો આખરે જવાની છે.
૨  સાહેબ ,આબાં નીચે મરવા પડયા છે.
૩  રવિને પોતાનો તડકો ન ગમેતો જાય કયાં.
૪  હું માનવી માનવ થાઉં તો ઘણું.
૫  તપેલી તપેલી છે.

સજીવારોપણ અલંકારઃ
   નિર્જીવ વસ્તુમાં સજીવ વસ્તુનું આરોહણ કરવામાં આવે ત્યારે.. .. ..
૧ નવપલ્લવો મમતાભરી નજરે સ્વામીજીને જોવા લાગ્યા.
૨ ઋતુઓ વૃક્ષોને વહાલ કરતા થાકતાં નથી.
૩ સડક પડખું વાળીને સુઇ ગઇ.
૪ રાતે તડકાએ રસ