Showing posts with label વિચાર કર્યા વગર...... Show all posts
Showing posts with label વિચાર કર્યા વગર...... Show all posts

Nov 21, 2015

વિચાર કર્યા વગર.....

વિચાર કર્યા વગર..........
એકવખત સુફી સંત હસન બસરી વહેલી સવારે દરિયાકાંઠે ફરવા માટે નિકળ્યા. દરિયા કિનારે એણે એક પુરૂષને એક સ્ત્રીના ખોળામાં માથું નાખીને સુતેલો જોયો. બાજુમાં જ એક દારુની ખાલી બોટલ પણ પડી હતી. સંત હસન બસરી ખુબ દુ:ખી થયા. એ વિચારવા લાગ્યા કે આ માણસ પણ કેવો કામાંધ છે. સવારના પહોરમાં દારુ પી ને સ્ત્રીના ખોળામાં માથુ મુકીને પ્રેમાલાપ કરે છે.
થોડીવારમાં સમુદ્રમાંથી “બચાવો” “બચાવો” ની બુમો સંભળાઇ`. સંત હસને જોયુ કે એક માણસ દરિયામાં ડુબી રહ્યો છે. પણ પોતાને તો તરતા આવડતું નહોતું એટલે એ જોવા સિવાય બીજુ કંઇ જ કરી શકે તમે નહોતા. સ્ત્રીના ખોળામાં માથુ મુકીને સુતેલો પેલો પુરૂષ ઉભો થયો અને ડુબતા માણસને બચાવવા એ સમુદ્રમાં કુદી પડ્યો. થોડીવારમાં તો એ પેલા માણસને બચાવીને સમુદ્રકિનારે લઇ આવ્યો.
સંત હસન વિચારમાં પડી ગયા કે આ માણસને સારો ગણવો કે ખરાબ ? એ પેલા પુરૂષ પાસે ગયા અને પુછ્યુ, “ ભાઇ તું કોણ છે અને અહીંયા શું કરે છે ?”
પેલા પુરૂષે જવાબ આપ્યો કે હું એક ખારવો છુ અને માછીમારીનો ધંધો કરુ છુ. આજે ઘણા દિવસો પછી સમુદ્રની સફર કરીને વહેલી સવારે અહીંયા પહોંચ્યો છું. મારી "માં" મને લેવા માટે સામે આવી હતી અને સાથે ઘેર બીજુ કોઇ ખાસ વાસણ ન હોવાથી આ દારુની બોટલમાં ઘેરથી પાણી ભરીને લાવી હતી. ઘણા દિવસની મુસાફરીનો ખુબ થાક હતો અને સવારનું આ સુંદર વાતાવરણ હતું એટલે પાણી પી ને મારી "માં" ના ખોળામાં માથું રાખીને થાક ઉતારવા અહિંયા જ સુઇ ગયો.
સંત હસનની આંખમાં આંસુ આવી ગયા કે હું પણ કેવો માણસ છું જે કંઇ જોયુ એ બાબતમાં કેવા ખોટા વિચારો કરવા લાગ્યો જ્યારે હકીકત કંઇક જુદી જ હતી!
કોઇપણ ઘટના માત્ર આપણને દેખાય એવી જ ન હોય એની એક બીજી બાજુ પણ હોય આપણે આ બીજી બાજુનો વિચાર કર્યા વગર જ આપણો પ્રતિભાવ આપીએ છીએ અને પછી સંત હસનની જેમ પસ્તાવો થાય છે.
ટ્રાફિક લાઇટની જેમ પહેલા થોભીએ ( લાલ લાઇટ) .....
પછી વિચારીએ( પીળી લાઇટ) ..........
અને પછી પ્રતિભાવ આપીએ( લીલી લાઇટ) ......