PREPARATION OF COMPETITIVE EXAM BLOG
"Knowing too much of your future is never a good thing."
Aug 17, 2017
Sep 9, 2016
ગુજરાત ભૂગોળ - 3
નદીઓ
નર્મદા નદી ગુજરાત ની સૌથી મોટી નદી છે, તેના પછી તાપી અને સાબરમતી નદી કે જે ગુજરાતમાં લાંબો વિસ્તાર આવરી લે છે. જ્યારે સાબરમતી ગુજરાતની સૌથી લાંબી નદી છે. સરદાર સરોવર યોજના નર્મદા નદી પર બનાવામાં આવી છે. નર્મદા નદી કે જે ૧૩૧૨ કિમી લાંબી છે તે ભારત ના મધ્ય માંથી બે ભાગલા પાડે છે. નર્મદા, તાપી, મહી માત્ર આ ત્રણ નદીઓ ભારતમાં પૂર્વથી પશ્ચિમમાં વહે છે. સાબરમતી નદી પર રીવરફ્રન્ટ યોજના બની છે. ગુજરાતની નદીઓની યાદી નીચે આપેલ છે.
વસતી
વધુ માહિતી માટે જુઓ મુખ્ય લેખ: ગુજરાતની વસતીગણતરી ૨૦૧૧
સને ૨૦૧૧ની વસતીગણતરી પ્રમાણે રાજ્યની કુલ વસતી ૬,૦૪,૩૯,૬૯૨ છે. જેમાં ૩,૪૬,૯૪,૬૦૯ ગ્રામ્ય અને ૨,૫૭,૪૫,૦૮૩ શહેરી વસતી છે. વસતીની ગીચતા ૩૦૮ લોકો/ચો.કિ.મી. છે. વસતીના પ્રમાણે રાજ્ય દેશમાં ૧૦મો ક્રમાંક ધરાવે છે.
રાજકારણ
ગુજરાતમાં લાંબા સમયથી ભારતીય જનતા પક્ષ (ભાજપ) નો સબળ પ્રભાવ રહ્યો છે. ૧૯૪૭ માં આઝાદી પછી, મુંબઇ રાજ્યના ભાગ તરીકે ગુજરાતમાં કોંગ્રેસની સત્તા રહી હતી. ૧૯૬૦ માં રાજ્ય છુટું પડ્યા પછી પણ ત્યાં કોંગ્રેસની સત્તા કાયમ રહી અને ડો. જીવરાજ મહેતા ગુજરાત નાં પ્રથમ મુખ્યમંત્રી બન્યા. તેમણે ૧લી મે ૧૯૬૦થી ૧૯મી સપ્ટેમ્બર ૧૯૬૩ સુધી શાસન કર્યું. પરંતુ ૭૦નાં દાયકાનાં પાછલા ભાગમાં કટોકટી દરમ્યાન કોંગ્રેસની લોકમતમાં પડતી થઇ અને ભાજપ ધીમે ધીમે આગળ આવ્યું. તે છતાં ૧૯૯૫ સુધી કોંગ્રસનુ રાજ્ય ગુજરાતમાં ચાલ્યું.
૧૯૯૫ની ચુંટણીમાં કોંગ્રેસ સામે ભાજપનો વિજય થયો અને કેશુભાઈ પટેલ મુખ્યમંત્રી બન્યાં. પરંતુ શંકરસિંહ વાઘેલાનાં બંડને કારણે આ સરકાર ફક્ત ૨ વર્ષ ચાલી. ૧૯૯૮ ની ચુંટણી માં ભાજપ ફરી સત્તામાં આવ્યું અને ત્યાર પછીથી હજુ સુધી તે મોટા ભાગની ચુંટણીઓ જીતતું આવ્યું છે. કેશુભાઈએ રાજીનામું આપ્યું અને સત્તાનો દોર નરેન્દ્ર મોદીનાં હાથમાં આવ્યો. નરેન્દ્ર મોદી હિંદુત્વના સમર્થક નેતા છે. ઇ.સ. ૨૦૦૨માં જ્યારે આખા ગુજરાતમાં હિન્દુ અને મુસ્લિમો વચ્ચે ગોધરા કાંડને કારણે તોફાનો ફાટી નિકળ્યા હતા ત્યારે મોદીએ રાજીનામુ આપ્યું હતું પણ ડીસેમ્બર ૨૦૦૨માં થયેલી ચુંટણીમાં ફરીથી ભાજપ વિજેતા બન્યુ અને તેમની નિમણુંક મુખ્યમંત્રી તરીકે થઇ. ૨૦૦૪માં થયેલી લોકસભાની ચુંટણીમાં ગુજરાતમાં સત્તાધીશ ભાજપની હાર માટે ઉત્તરોત્તર મોદીની કોમી રમખાણો રોકવામાં બતાવેલી નિષ્ફળતાને જવાબદાર ગણવામાં આવી છે. ૨૦૦૪ લોકસભાની ચુંટણીમાં ભાજપની બેઠકો ૨૧થી ઘટીને ૧૪ થઇ હતી, જ્યારે કોંગ્રેસે ૫ ને બદલે ૧૨ બેઠકો મેળવી. ૨૦૦૭ ની વિધાનસભા ની ચુંટણીમાં ફરીથી ભારતીય જનતા પાર્ટી વિજેતા બન્યું અને નરેન્દ્ર મોદી ફરીથી ગુજરાત ના મુખ્ય મંત્રી બન્યા. ૧ જુન, ૨૦૦૭ ના રોજ નરેન્દ્ર મોદી ગુજરાતમાં સૌથી લાંબો શાસન કરનાર મુખ્યમંત્રી બન્યાં. [૧૬] ઇ.સ. ૧૯૬૦ માં વિભાજન થયા બાદ અત્યાર સુધી ગુજરાતમાં ૧૪ મુખ્યમંત્રી આવ્યા છે.
અર્થતંત્ર
ગુજરાત ભારતના સૌથી ધનિક રાજ્યોમાંનુ એક છે, તથા તેની માથાદીઠ સરેરાશ આવક જીડીપી ભારતના સરેરાશ જીડીપી કરતાં વધારે છે[૧૭]. રાજ્યની મુખ્ય પેદાશોમાં કપાસ, મગફળી, ખજૂર, શેરડી, અને પેટ્રોલીયમનો સમાવેશ થાય છે.
ખંભાતના અખાત પાસે આવેલ શહેર સુરતએ વિશ્વભરના હીરાના વ્યાપાર તથા કારીગરી નું એક મુખ્ય કેન્દ્ર છે. ખંભાતના અખાત પર ભાવનગરની દક્ષીણ-પૂર્વ દીશામાં ૫૦ કીમીના અંતરે અલંગમાં દુનિયાનું સૌથી મોટું વહાણ ભાંગવાનું કારખાનું આવેલું છે. મહેસાણા શહેરમાં આવેલી દુધસાગર ડેરી એ વિશ્વની સૌથી મોટી દૂધ ની બનાવટોના ઉત્પાદનની સંસ્થા છે. ગુજરાત, ભારતમાં દૂધના ઉત્પાદનમાં પ્રથમ સ્થાને આવે છે. મીઠાંનાં ઉત્પાદનમાં પણ તે આગળ પડતુ સ્થાન ધરાવે છે.
ભારતના અમુક સૌથી મોટા ઉદ્યોગો આવેલાં છે. રાજ્યની મુખ્ય ખેત પેદાશોમાં કપાસ, મગફળી, ખજૂર, શેરડી, અને દૂધ અને દુગ્ધ પેદાશોનો સમાવેશ થાય છે. ઔદ્યોગિક ઉત્પન્નોમાં સિમેંટ અને પેટ્રોલ નો સમાવેશ થાય છે.[૧૮] કેટો ઈન્સ્ટીટ્યૂટ ના આર્થિક રિપોર્ટ અનુસાર ઔદ્યોગિક સ્વાતંત્ર્યની બાબતમાં ભારતીય રાજ્યોમાં તામિલનાડુ પછી ગુજરાત બીજા ક્રમે આવતું રાજ્ય છે. [૧૯]
રિલાયન્સ ઈનડસ્ટ્રીઝ એ જામનગરમા એક તેલ શુદ્ધિકરણ કારખાનું ચલાવે છે. આ કારખાનું નિશ્વનું સૌથી મોટું મૂળથી ખનિજ તેલ શુદ્ધ કરતું કારખાનું છે. આ સિવાય વિશ્વનું સૌથી મોટું જહાજચ્છેદન કારખાનું, (શીપબ્રેકીંગ યાર્ડ) અલંગમાં આવેલું છે. ભારતનું એક માત્ર પ્રવાહી રસાયણ બંદર દાહેજમાં આવેલું છે જેને ગુજરાત કેમીકલ પોર્ટ ટર્મિનલ કમ્પનીએ વિકસાવ્યું છે. ભારતમાં આવેલા ત્રણ પ્રાકૃતિક પ્રવાહી વાયુના ટાર્મિનલ પૈકીના બે ગુજરાતમાં (દાહેજ અને હજીરા) આવેલાં છે. આ સાથે બે અન્ય ટાર્મિનલ ને પીપવાઅને મુંદ્રામાં વિકસાવવાની યોજના છે. ગુજરાત ભારતનું એકમાત્ર એવું રાજ્ય છે જેમાં રાજ્ય વ્યાપી ૨૨૦૦ ચો. કિમી ની ગૅસ ગ્રીડ ફેલાયેલી છે. રાજ્યના ૮૭.૯% રસ્તા ડામરના પાકા રસ્તા છે. ગુજરાતના ૯૮.૮૬% ગામડાઓ સર્વ ઋતુમાં વાપરી શકાય એવા પાકા રસ્તા વડે જોડાયેલા છે જે ટકાવારી ભારતમાં સૌથી વધુ છે. ગુજરાતના ૧૮૦૦૦ જેટલા ગામડાઓ પૈકી ૧૦૦% ટકા ગામડાઓને ગ્રામ જ્યોતિ યોજના હેથળ ૨૪ કલાક વિદ્યુત પુરવઠો અપાય છે. પ્રાકૃતિક ગૅસ આધારીત વિદ્યુત શક્તિના ઉત્પન્નમાં ગુજરાતનો ભારતમાં પ્રથમ ક્રમાંક આવે છે તેનો રાષ્ટ્રીય ફાળો ૮% છે. આણ્વીક વિદ્યુત ઉર્જાના ઉત્પન્નમાં ગુજરાત ભારતમાં બીજા ક્રમાંકે આવે છે. જેમાં તેનો રાષ્ટ્રીય ફાળો ૧% જેટલો છે.
શૈક્ષિણક સંસ્થાનો
ગુજરાત સરકાર દ્વારા ચાલવામાં આવતી શાળા ઓ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (GSHSEB) ના હવાલામાં આવે છે. જો કે, ગુજરાતમાં ખાનગી શાળાઓ કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડ (CBSE) અને કાઉન્સિલ ફોર ધ ઇન્ડિયન સ્કુલ સર્ટીફિકેટ એકઝામીનેશન (CISCE) દ્વારા પ્રમાણિત છે. ગુજરાતમાં ૧૩ યુનિવર્સિટીઓ અને ચાર કૃષિ યુનિવર્સિટીઓ છે.
અમદાવાદમાં આવેલી ઇન્ડિયન ઇન્સ્ટીટયુટ ઓફ મેનેજમેન્ટ (IIM-A) મેનેજમેન્ટના વિષયમાં દુનિયાની સૌથી ઉત્તમ સંસ્થાઓમાંની એક ગણાય છે. અહીંના સ્નાતકો દુનિયાની ફોર્ચ્યુન ૫૦૦ કંપનીઓમાં અને અન્ય મહત્વની વિશ્વસ્તરીય કંપનીઓમાં ઊંચા હોદ્દાઓ પર ફરજ બજાવે છે.
વર્ષ ૨૦૦૮માં ઇન્ડિયન ઇન્સ્ટીટયુટ ઓફ ટેક્નોલોજી (IIT) ગાંધીનગર ખાતે સ્થાપવામાં આવી. આઈ.આઈ.ટી ગાંધીનગર એ આઈ.આઈ.ટી. મુંબઈ ધ્વારા ચલાવામાં આવે છે[૨૦]. આ ઇન્ડિયન ઇન્સ્ટીટયુટ ઓફ ટેક્નોલોજી અત્યારે કામચલાઉ રીતે સરકારી ઇજનેરી કોલેજ, ચાંદખેડા ખાતે ચલાવામાં આવે છે. આ આઈ.આઈ.ટી.ની પ્રથમ બેચ ૧ ઓગસ્ટ ૨૦૦૮ ના રોજ શરુ થઇ હતી.
સેપ્ટ યુનિવર્સીટી સ્થાપત્ય ક્ષેત્રે સમગ્ર એશિયામાં પ્રખ્યાત છે. આ ઉપરાંત ગુજરાત માં સરદાર વલ્લભભાઈ પટેલ નેશનલ ઇન્સ્ટીટ્યુટ ઓફ ટેક્નોલોજી (SVNIT), ધીરુભાઈ અંબાણી ઇન્સ્ટીટ્યુટ ઓફ ઇન્ફોર્મેશન એન્ડ કોમ્યુનીકેશન ટેક્નોલોજી (DAIICT), પંડિત દીનદયાલ પેટ્રોલીયમ યુનીવર્સીટી (PDPU), લાલભાઈ દલપતભાઈ ઇજનેરી મહાવિદ્યાલય (LDCE) અને નિરમા યુનીવર્સીટી (NIT) જેવી પ્રખ્યાત ટેક્નોલોજીકલ સંસ્થાનો આવેલા છે.
સંસ્કૃતિ
ગુજરાતી લોકોની જન્મભૂમિ ગુજરાત છે. અહીં નોંધપાત્ર મરાઠી અને મારવાડી વસ્તી પણ ગુજરાતમાં વસવાટ કરે છે. અહીંની મુખ્ય ભાષા ગુજરાતી છે. અહીંની મુખ્ય વસ્તી હિંદુ ધર્મ પાળે છે અને ઇસ્લામ, જૈન, પારસી, અને ખ્રિસ્તીજેવા અન્ય ધર્મ પાળતા લોકો પણ નોંધપાત્ર સંખ્યામાં વસે છે. ગુજરાત એક અત્યંત ઔદ્યોગિકરણ પામેલું રાજ્ય હોવાના કારણે અહીં અન્ય પ્રદેશો જેવાં કે ઉત્તર પ્રદેશ, બિહાર, મધ્ય પ્રદેશ,ઓરિસ્સા અને દક્ષિણ ભારતમાંથી અનેક લોકો આવીને રોજગાર મેળવવા સ્થાયી થયેલા છે.
ગુજરાતી ભોજન
ગુજરાતી ભોજન મુખ્યત્વે શાકાહારી હોય છે. એવું માનવામાં આવે છે કે તે ભારતમાં પિસાતું સૌથી વધુ તંદુરસ્ત ભોજન છે. ઘણીવાર તે કેટલીક બોલિવુડ ફિલ્મોમાં દર્શાવામાં આવ્યું છે, જેમાં ૨૦૦૯ની ફિલ્મ ૩ idiotsનો પણ સમાવેશ થાય છે. સામાન્ય ગુજરાતી ભોજન થાળીમાં રોટલી કે ભાખરી, દાળ કે કઢી, ભાત અને શાક હોય છે. ભારતીય અથાણું અને છુંદો પણ ભોજનમાં નિયમિતપણે લેવાય છે. ઉત્તર ગુજરાત, કાઠીયાવાડ, કચ્છ અને સુરત - આ ચાર પ્રદેશોનાં ગુજરાતી ભોજનના પોતાના જ અલગ રૂપ છે. ઘણી ગુજરાતી વાનગીઓ એક જ સમયે મિઠાસવાળી, નમકીન અને તીખાસવાળી વાળી હોય છે. સૌરાષ્ટ્રમાં છાસનું ભોજનમાં અગત્યનું સ્થાન છે.
ગુજરાતી ભાષા
વધુ માહિતી માટે જુઓ મુખ્ય લેખ: ગુજરાતી ભાષા
ગુજરાતી એ ભારતીય આર્ય કુટુંબની અને સંસ્કૃતમાંથી ઉદ્ભવેલી ભાષા છે, જે ગુજરાતમાં જ ઉદભવેલી અને ગુજરાત તથા દમણ અને દીવ , દાદરા અને નગર હવેલી જેવા કેન્દ્ર શાસિત પ્રદેશોમાં બોલાતી મુખ્ય ભાષા છે.
આખા વિશ્વમાં ૫ કરોડ ૯૦ લાખ લોકો ગુજરાતી બોલે છે, જે તેને વિશ્વમાં ૨૬માં ક્રમની સૌથી વધુ બોલાતી ભાષા બનાવે છે. ભારત દેશના રાષ્ટ્રપિતા શ્રી મોહનદાસ કરમચંદ ગાંધી તથા દેશના લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની માતૃભાષા છે. ગુજરાતી લેખનપધ્ધતિ નાગરી લેખનપધ્ધતિને અનુસરે છે. નાગરી પોતે દેવનાગરી હસ્તલિપિમાંથી પેદા થયેલી છે, આ બંને હસ્તલિપિ વચ્ચેનું મુખ્ય તફાવત એ છે કે નાગરી લિપિમાં મથાળું બાંધવામાં નથી આવતું.
કળા
ગુજરાતે શિલ્પકળા, ચિત્રકળા , વણાટ, છાપકામ, કોતરણી, કાચકામ, ભરતકામ વગેરે કળાઓમાં પોતાની આગવી ઓળખ વૈશ્વિક ક્ષેત્રે ઉભી કરી છે અને આ ઉપરાંત ખાસ કરીને તેની હસ્તકળા કે જેમા રહેલી કલાત્મકતા, વૈવિધ્યતા અને સર્જનાત્મકતાને લીધે સમગ્ર વિશ્વમાં પોતાની આગવી છાપ ઉભી કરી છે અને સમગ્ર વિશ્વમાં પ્રખ્યાત બની છે. ભવ્ય કળા અને કારીગરીનો વારસો ગુજરાતને મળેલો છે. વર્તમાન સમયે તેના વૈવિધ્યસભર અને નવીન સ્વરૂપો જોવા મળે છે. ભરતગુંથણ કળા, વાંસ - લાકડાકામ, પત્થરકામ, કાચકામ, ઘરેણાકામ વગેરે માં ગુજરાત આગવું તરી આવે છે. માટીકામ અને અનેક પ્રકારની હસ્તકળા દ્વારા બનાવતી સ્થાપત્યની બેનમુન કલાકૃતિ ગુજરાતનું અનેરું નજરાણું છે.
હસ્તકળા
ગુજરાત વિવધ પ્રકારની હસ્તકળા માટે પ્રખ્યાત છે. નીચે કેટલીક હસ્તકળા નાં નામ દર્શાવેલ છે.
- ભરતગુંથણ કામ
- માટીકામ
- બાંધણી
- કાષ્ટકામ
- પટોળા
- જરીકામ
- ઘરેણા
- બીડ વર્ક
સાહિત્ય
ગુજરાતનું સાહિત્ય સ્વતંત્રતા, પરંપરા, સંસ્કૃતિ, નૃત્ય, સંગીત, લેખો, વાર્તાઓ, નાટ્યના રચયિતાઓ વગેરે ક્ષેત્રે ખૂબજ સમૃદ્ધ છે. ગુજરાતે વિશ્વને અનેકવિધ સાહિત્યકારોની ભેટ આપી છે.
સંગીત અને નૃત્ય
ગુજરાત તેના પારંપરિક સંગીત અને નૃત્ય માટે ખાસ્સું જાણીતું છે. ગરબા, ગરબી, રાસ જેવા નૃત્યનાં પ્રકાર ગુજરાત ની ઓળખાણ છે.
ગુજરાતના સંગીત અને તેના પ્રકારોમાં ખૂબજ સર્જનાત્મકતા અને અનેરી વિવિધતા જોવા મળે છે.
સિનેમા
ગુજરાતી ફિલ્મ ઉદ્યોગ દેશના મુખ્ય પ્રાદેશિક ફિલ્મ ઉદ્યોગમાંનો એક છે. ગુજરાતી સિનેમાની પ્રથમ ફિલ્મ નરસિંહ મેહતા ૧૯૩૨માં પ્રસ્તુત થયેલી. ભવની ભવાઈ એ ગુજરાતી ફિલ્મોમાં સૌથી વખાયેલી ફિલ્મ છે, જે રાષ્ટ્રીય એકીકરણ પર આધારિત શ્રેષ્ઠ ફિલ્મનો રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર અને શ્રેષ્ઠ કલા નિર્દેશન માટેનો રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર જીતેલી. અનેક સુપ્રસિદ્ધ કલાકારો જેવા કે સંજીવ કુમાર, બિંદુ, આશા પારેખ, કિરણ કુમાર, અરુણા ઈરાની, મલ્લિકા સારાભાઈ, અસરાની, નરેશ કનોડિયા, પરેશ રાવલ, દિલીપ જોશી, નીરજ વોરા એ ગુજરાતી ફિલ્મ ઉદ્યોગમાં કામ કરેલું છે.
તહેવારો
ગુજરાતમાં સામાજિક, સાંસ્કૃતિક, ધાર્મિક એમ ત્રણેય પાસાઓ ને આવરી લે તેવા તહેવારો ઉજવાય છે. ગુજરાતમાં ઉજવાતા મુખ્ય તહેવારોની યાદી નીચે મુજબ છે:
- નવરાત્રી
- દિવાળી
- ધુળેટી
- ઉત્તરાયણ
- જન્માષ્ટમી
- શિવરાત્રી
મેળાઓ
ગુજરાતના પરંપરાગત મેળાઓ એ સમગ્ર વિશ્વમાં પોતાની આગવી ઓળખ ઉભી કરી છે. વર્ષ દરમિયાન રાજ્યમાં ૩૫૦૦ જેટલા મેળા અને તહેવારો ઉજવવામાં આવે છે[૨૧]. ગુજરાતના કેટલાક મુખ્ય મેળાની યાદી નીચે મુજબ છે.
- ભવનાથ મહાદેવનો મેળો
- વૌઠાનો મેળો
- ચિત્ર-વિચિત્ર મેળો
- મોઢેરા - નૃત્ય મહોત્સવ
- ડાંગ - દરબાર મેળો
- કચ્છ રણ ઉત્સવ
- ધ્રાંગ મેળો
- અંબાજી પૂનમનો મેળો
- તરણેતરનો મેળો (ત્રીનેતેશ્વર મહાદેવનો મેળો)
- શામળાજીનો મેળો
ગુજરાતના મેળાઓ સામાજિક, સાંસ્કૃતિક અને ધાર્મિક પરંપરાના પ્રતિક છે.
પરિવહન
હવાઈ પરિવહન
ગુજરાતમાં ૧૭ એરપોર્ટ છે. ગુજરાત નાગરિક વિમાન ઉડ્ડયન બોર્ડ (GUJCAB) એ ગુજરાતમાં વિમાન ઉડ્ડયન માટે જરૂરી આધારરૂપ વ્યવસ્થાના નિર્માણ માટે પ્રોત્સાહન આપે છે. બોર્ડના ચેરમેન પદે મુખ્યમંત્રી બિરાજે છે. .[૨૨]
આંતરરાષ્ટ્રીય હવાઈમથક
- સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય હવાઈમથક (અમદાવાદ) - અનેક પ્રાદેશિક અને આંતરરાષ્ટ્રીય ઉડાનોનું અહીંથી સંચાલન થાય છે.
પ્રાદેશિક હવાઈમથક
- સુરત હવાઈમથક - મગદલ્લા રોડ પર આવેલ છે.
- ભાવનગર હવાઈમથક - ભાવનગર શહેરથી ૯ કિમી દૂર આવેલ છે.
- ડીસા હવાઇ મથક - ડીસાથી ૫ કિમી દૂર આવેલ છે.
- કંડલા હવાઈમથક (ગાંધીગ્રામ) - કચ્છ જિલ્લામાં ગાંધીગ્રામની નજીક કંડલામાં આવેલ છે.
- કેશોદ હવાઈમથક (જુનાગઢ) - જુનાગઢ જિલ્લામાં કેશોદ શહેરથી ૩ કિમી દૂર આવેલ છે.
- પોરબંદર હવાઈમથક - પોરબંદર શહેરથી ૫ કિમી દૂર આવેલ છે.
- રાજકોટ હવાઈમથક - રાજકોટ શહેરથી ૪ કિમી દૂર આવેલ છે.
- વડોદરા હવાઈમથક - સંકલિત ટર્મિનલ હવાઈમથક (વડોદરા).
ભારતીય હવાઈદળ હેઠળના હવાઈમથક
- ભુજ હવાઈમથક - આ હવાઈમથકનું તાજેતરમાં નામ બદલીને શ્યામજી કૃષ્ણ વર્મા કરવામાં આવ્યું છે.
- જામનગર હવાઈમથક- જામનગર શહેરથી ૧૦ કિમી દૂર આવેલ છે.
- નલિયા હવાઈદળ મથક - આ હવાઈમથક માત્ર સૈન્ય ઉપયોગ માટે જ છે.
રાજ્ય સરકાર હેઠળના હવાઈમથક
- મહેસાણા હવાઈમથક - મહેસાણા શહેરથી ૨ કિમી દૂર આવેલ છે.
- માંડવી હવાઈમથક
- અમરેલી હવાઈમથક - તાલીમ માટેની હવાઈ પટ્ટી
ભવિષ્યના હવાઈમથક
- ઝાલાવાડ હવાઈમથક- સુરેન્દ્રનગર વિસ્તાર માટે ભવિષ્યનું હવાઈમથક
- ફેદરા (અમદાવાદ) - ભાલ વિસ્તારના ફેદરા ગામ નજીક સુચિત હવાઈમથક
- અંબાજી (દાંતા), પાલનપુર, બનાસકાંઠા નજીક
- પાલીતાણા[૨૩]
- દ્વારકા [૨૨]
રેલ્વે પરિવહન
વધુ માહિતી માટે જુઓ મુખ્ય લેખ: :શ્રેણી:ગુજરાતમાં આવેલા રેલ્વે સ્ટેશન and ગુજરાતમાં આવેલા રેલ્વે સ્ટેશન
ભારતીય રેલવેના પશ્ચિમ રેલ્વે ઝોનમાં ગુજરાતનો સમાવેશ થાય છે. વડોદરા રેલ્વે સ્ટેશન ગુજરાતનું સૌથી વધુ વ્યસ્ત અને ભારતનું ૪થા ક્રમનું સૌથી વધુ વ્યસ્ત રેલ્વે સ્ટેશન છે. તે મુંબઈ -દિલ્હી પશ્ચિમી રેલવેની મુખ્ય લાઈન પર આવેલ છે.અન્ય અગત્યના રેલ્વે સ્ટેશનોમાં અમદાવાદ રેલ્વે સ્ટેશન, સુરત રેલ્વે સ્ટેશન અને રાજકોટ રેલ્વે સ્ટેશનનો સમાવેશ થાય છે. ભારતીય રેલ્વે ગુજરાતમાંથી પસાર થતો દિલ્હી-મુંબઈ માર્ગ પર માલગાડી માટે સમર્પિત અલગ રેલ્વે માર્ગ બનાવવા માટે આયોજન કરી રહી છે. અમદાવાદ અને ગાંધીનગર વચ્ચે મેટ્રો રેલસેવા માટે ૧,૧૦૦ કરોડ રૂપિયાના મુલ્યની પરિયોજનાનો પ્રથમ તબક્કાનું કામ ચાલુ છે. પ્રથમ તબક્કો અમદાવાદ - ગાંધીનગર વચ્ચે ઉત્તર દક્ષિણ દિશામાં ૩૨.૬૫ કિમીનું અંતર આવરી લેશે.
દરિયાઈ પરિવહન
ગુજરાત રાજ્ય ભારતમાં ૧૬૦૦ કિમીનો સૌથી લાંબો દરિયાકિનારો ધરાવે છે. કંડલા બંદર પશ્ચિમી ભારતના સૌથી મોટા બંદરોમાનું એક છે. આ સિવાય ગુજરાતમાં નવલખી બંદર, મગદલ્લા બંદર,પીપાવાવ બંદર, પોરબંદર બંદર અને ખાનગી માલિકીના મુદ્રા બંદર જેવા અગત્યના બંદરો આવેલા છે.
રોડ પરિવહન
સ્થાનિક પરિવહન ગુજરાત રાજ્ય રોડ પરિવહન કોર્પોરેશન (GSRTC) એ ગુજરાત રાજ્યમાં તથા ગુજરાત અને પડોશી રાજ્યો વચ્ચે બસસેવા પૂરી પાડવા માટેની મુખ્ય જવાબદાર સંસ્થા છે. આ ઉપરાંત તે ગુજરાતના ગામડાઓને જોડતી બસસેવા, ગુજરાતના મોટા શહેરોને સીધી જોડતી ઇન્ટરસીટી બસસેવા, આંતરરાજ્યોને જોડતી બસસેવા, પાર્સલ સેવા તેમજ સુરત, બરોડા, ગાંધીનગર, અમદાવાદ અને વાપી જેવા શહેરોમાં સિટી બસસેવા પૂરી પાડે છે. શાળા, મહાવિદ્યાલયો, ઔધાગિક વિસ્તારો તથા તહેવારો માટે ખાસ બસોની સુવિધા પૂરી પાડે છે.
- અમદાવાદ, વડોદરા, ગાંધીનગર જેવા શહેરોમાં સિટી બસસેવાની વ્યવસ્થા પણ છે.
ઓટોરિક્ષા ગુજરાતનું અગત્યનું અને વારંવાર વપરાતું પરિવહન સાધન છે. ગુજરાત સરકાર પ્રદુષણ ઘટાડવા સાયકલના ઉપયોગને પ્રોત્સાહન આપી રહી છે..
સૌથી મોટુ
- જિલ્લો (વસતી): અમદાવાદ, વસતી, ૫૮,૦૮,૩૭૮[૨૫]
- પુલઃ ગોલ્ડન બ્રિજ (ભરૂચ પાસે નર્મદા નદી પર), લંબાઇ: ૧૪૩૦ મીટર
- મહેલઃ લક્ષ્મી વિલાસ પેલેસ, વડોદરા
- ઔધ્યોગિક સંસ્થા: રિલાયન્સ
- ડેરી: અમૂલ ડેરી, આણંદ
- મોટી નદી: નર્મદા, ૯૮૯૪ ચો.કિ.મી.
- લાંબી નદી: સાબરમતી, ૩૨૦ કિ.મી.
- યુનિવર્સીટી: ગુજરાત યુનિવર્સિટી.
- સિંચાઇ યૉજના: સરદાર સરોવર બંધ
- બંદર: કંડલા બંદર
- હૉસ્પિટલઃ સિવિલ હોસ્પિટલ, અમદાવાદ
- શહેરઃ અમદાવાદ
- રેલવે સ્ટેશન: અમદાવાદ
- સરોવરઃ નળ સરોવર (૧૮૬ ચો .કિમિ)[૨૬]
- સંગ્રહસ્થાનઃ બરોડા મ્યુઝિયમ એન્ડ પિકચર ગેલેરી
- પુસ્તકાલયઃ સેન્ટ્રલ લાઇબ્રેરી, વડોદરા
- દરિયાકિનારો: જામનગર, ૩૫૪ કિમિ
- ઊંચુ પર્વતશિખરઃ ગોરખનાથ (દત્તાત્રેય)--ગિરનાર, ઊચાઇ ૧,૧૭૨ મીટર[૨૭]
- વધુ મંદિરો વાળુ શહેરઃ પાલીતાણા, ૮૬૩ જૈન દેરાસરો[૨૮]
- મોટી પ્રકાશન સંસ્થા: નવનીત પ્રકાશન
- મોટુ ખાતર કારખાનુ: ગુજરાત નર્મદાવેલી ફર્ટિલાઇઝર કંપની લિ. ,ગામઃ ચાવજ, પો. નર્મદાનગર, ભરૂચ જિલ્લો
- ખેત ઉત્પાદન બજારઃ ઊંઝા, મહેસાણા જિલ્લો
ગુજરાતના જોવાલાયક સ્થળો
ધાર્મિક સ્થળો/યાત્રાધામો
નીચે ફક્ત મુખ્ય અને વધુ પ્રચલિત સ્થળોની યાદી આપી છે, આ ઉપરાંત ગુજરાત રાજ્યમાં સેંકડો અન્ય સ્થળો છે જે એક અથવા બીજા સમુદાય માટે યાત્રા ધામ છે, અને પ્રાદેશિક ધોરણે કે મોટા પાયે ધાર્મિક સ્થળ તરિકે ખ્યાતનામ છે. આવા અન્ય સ્થળોની યાદી આપને અહીં જોવા મળશે.
- સોમનાથ
- શામળાજી, સાબરકાંઠા જિલ્લો
- કનકાઈ-ગીર
- પાલીતાણા
- પ્રભાસ-પાટણ
- ડાકોર
- પાવાગઢ
- દ્વારકા
- અંબાજી
- બહુચરાજી
- સાળંગપુર
- ગઢડા
- વડતાલ
- નારેશ્વર
- ઉત્કંઠેશ્વર
- સતાધાર
- પરબધામ, તા. ભેસાણ
- ચોટીલા
- વીરપુર
- તુલસીશ્યામ
- સપ્તેશ્વર
- અક્ષરધામ, ગાંધીનગર
- બગદાણા
- ગિરનાર
- તરણેતર
- સંતરામ મંદિર, નડીઆદ
- કબીરવડ, ભરુચ
- માટેલ, તા. મોરબી
પર્યટન સ્થળો
રાષ્ટ્રિય ઉદ્યાનો અને અભયારણ્યો
વધુ માહિતી માટે જુઓ મુખ્ય લેખ: ગુજરાતના અભયારણ્યો તથા રાષ્ટ્રીય ઉદ્યાનો
ગુજરાતમાં ૪ રાષ્ટ્રિય ઉદ્યાનો અને ૨૨ અભયારણ્યો આવેલા છે. રાષ્ટ્રિય ઉદ્યાનો અને અભયારણ્યોની યાદી નીચે મુજબ છે[૨૯].
રાષ્ટ્રિય ઉદ્યાનો
- ગીર રાષ્ટ્રિય ઉદ્યાન,જુનાગઢ
- વાંસદા રાષ્ટ્રીય ઉદ્યાન, નવસારી
- કાળિયાર રાષ્ટ્રીય ઉદ્યાન, વેળાવદર
- દરિયાઈ રાષ્ટ્રીય ઉદ્યાન, જામનગર
અભયારણ્યો
- નળ સરોવર પક્ષી અભયારણ્ય, અમદાવાદ
- બરડા વન્યજીવ અભયારણ્ય, પોરબંદર
- ગીર અભયારણ્ય, જુનાગઢ
- જેસોર રીંછ અભયારણ્ય, બનાસકાંઠા
- વેળાવદર કાળિયાર અભયારણ્ય, ભાવનગર
- ઈંદ્રોડા પ્રકૃતિ શિક્ષણ અભયારણ્ય, ગાંધીનગર
- થોળ પક્ષી અભયારણ્ય, મહેસાણા
- જાંબુઘોડા અભયારણ્ય, પંચમહાલ
- રતનમહાલ વન્ય પ્રાણી અભયારણ્ય, દાહોદ
- પાણીયા અભયારણ્ય, અમરેલી
- હિંગોળગઢ પ્રકૃતિ શિક્ષણ અભયારણ્ય, રાજકોટ
- ગાગા અભયારણ્ય, જામનગર
- ખીજડીયા અભયારણ્ય, જામનગર
- નારાયણ સરોવર ચિંકારા અભયારણ્ય, કચ્છ
- કચ્છ ઘોરાડ અભયારણ્ય, કચ્છ
- મિતિયાળા વન્ય પ્રાણી અભયારણ્ય, અમરેલી
ઔદ્યોગિક કેન્દ્રો
પુરાતત્વીક સ્થળો
ગુજરાતી વર્તમાનપત્રો
- ગુજરાત સમાચાર
- સંદેશ
- ગુજરાતમિત્ર અને ગુજરાતદર્પણ
- દિવ્ય ભાસ્કર દૈનીક
- કચ્છમિત્ર
- અકિલા
- ફુલછાબ
- અવધ ટાઇમ્સ દૈનીક
- મુંબઇ સમાચાર
ગુજરાતી સામયિકો
- સફારી- સામાન્ય જ્ઞાનનું મેગેઝિન
- જનકલ્યાણ- જીવનવિકાસલક્ષી સામયિક
- શક્તિ દર્શનમ્-ધર્મપ્રેમી વાચકો માટેનું સામયિક
બાહ્ય કડીઓ
વિકિયાત્રા (Wikivoyage) પર આ વિષયક વધુ માહિતી ઉપલબ્ધ છે:
![]() | વિકિમીડિયા કૉમન્સ પરcategory:gujarat વિષયક વધુ દ્રશ્ય-શ્રાવ્ય માધ્યમો (Media) ઉપલબ્ધ છે. |
સંદર્ભો
- ઉપર જાઓ↑ "ગુજરાતની જીડીપી ભારતના સરેરાશ જીડીપી કરતાં વધારે". ડી.એન.એ.
- ઉપર જાઓ↑ "Bihar grew by 11.03%, next only to Gujarat - Times Of India". The Times Of India.
- ઉપર જાઓ↑ GDP: The top 10 cities in India - Rediff.com Business
- ઉપર જાઓ↑ Gujarat | DeshGujarat.Com » Archives » Surat:India’s Fastest Growing City, Ahmedabad 3rd(English Text)
- ઉપર જાઓ↑ "અમદાવાદ -મેટ્રોપોલીટીન સીટી". ઇન્ડિયા નેટઝોન accessdate=૨૪-૪-૨૦૧૨. line feed character in
|publisher=
at position 15 (help) - ઉપર જાઓ↑ Lua error in વિભાગ:Citation/CS1/Date_validation at line 33: attempt to compare number with nil.
- ઉપર જાઓ↑ "મોરારજી દેસાઈ : જન્મસ્થાન ગુજરાત". imdb.com. Retrieved ૯ જુન ૨૦૧૨.
- ઉપર જાઓ↑ Lua error in વિભાગ:Citation/CS1/Date_validation at line 33: attempt to compare number with nil.
- ઉપર જાઓ↑ Introduction to Gujarat
- ઉપર જાઓ↑ Lua error in વિભાગ:Citation/CS1/Date_validation at line 33: attempt to compare number with nil.
- ઉપર જાઓ↑ "ગુજરાત પાસે ભારતનો સૌથી લાંબો દરિયા કિનારો". travelindia360. Retrieved ૨૪-૪-૨૦૧૨.
- ઉપર જાઓ↑ "ગીરનાર, પર્વત ગુજરાતનો સૌથી ઊંચામાં ઉંચો પર્વત". Retrieved 9-6-2012.
- ઉપર જાઓ↑ "શેત્રુંજય પર્વતમાળા : જૈનોની પવિત્ર પર્વતમાળા". Retrieved 9-6-2012. Text "publisher:ટાઇમ્સ ઓફ ઇન્ડિયા " ignored (help)
- ↑ અહીં સુધી ઉપર જાઓ:૧૪.૦ ૧૪.૧ "Ranking of Districts by Population Size, 2001 and 2011".૨૦૧૧ની (ભારતની) વસ્તિ ગણતરી. ભારત સરકાર. Retrieved ૩ મે ૨૦૧૨.
- ઉપર જાઓ↑ "અમદાવાદ -મેટ્રોપોલીટીન સીટી". ઇન્ડિયા નેટઝોન accessdate=૨૪-૪-૨૦૧૨. line feed character in
|publisher=
at position 15 (help) - ઉપર જાઓ↑ "નરેન્દ્ર મોદી ગુજરાતમાં સૌથી લાંબો શાસન કરનાર મુખ્યમંત્રી". ટાઈમ્સ ઓફ ઇન્ડિયા.zero width joiner character in
|title=
at position 51 (help) - ઉપર જાઓ↑ "ગુજરાતની જીડીપી ભારતના સરેરાશ જીડીપી કરતાં વધારે". ડી.એન.એ.
- ઉપર જાઓ↑ "Reliance commissions world’s biggest refinery", The Indian Express, December 26, 2008
- ઉપર જાઓ↑ Economic Freedom of the States of India 2011 Cato Institute
- ઉપર જાઓ↑ "ઇન્ડિયન ઇન્સ્ટીટયુટ ઓફ ટેક્નોલોજી ગાંધીનગર ખાતે સ્થાપવામાં આવી". સિલિકોન ઇન્ડિયા ન્યુઝ.
- ઉપર જાઓ↑ "રાજ્યમાં ૩૫૦૦ જેટલા મેળા અને તહેવારોની ઉજવણી". ધ કલર્સ ઓફ ગુજરાત. Retrieved ૨૭-૦૪-૨૦૧૨.
- ↑ અહીં સુધી ઉપર જાઓ:૨૨.૦ ૨૨.૧ Lua error in વિભાગ:Citation/CS1/Date_validation at line 33: attempt to compare number with nil.
- ઉપર જાઓ↑ Lua error in વિભાગ:Citation/CS1/Date_validation at line 33: attempt to compare number with nil.
- ઉપર જાઓ↑ Census 2011. "ભારતનો સૌથી મોટો જિલ્લો: કચ્છ". Census 2011. Retrieved 9-6-2012.
- ઉપર જાઓ↑ "ગુજરાતમાં સૌથી વધુ વસ્તી ધરાવતો જિલ્લો:અમદાવાદ". Indiaonlinepages.com. Retrieved 9-6-2012.
- ઉપર જાઓ↑ રીચા બંસલ (૧૬-૧૧-૨૦૦૪). "ગુજરાતનું મોટુ સરોવર:નળ સરોવર". ધ ટાઇમ્સ ઓફ ઇન્ડિયા. Retrieved 10-6-2012.
- ઉપર જાઓ↑ "ગીરનાર પર્વત ગુજરાતનો સૌથી ઊંચામાં ઉંચો પર્વત". Retrieved 9-6-2012.
- ઉપર જાઓ↑ Lua error in વિભાગ:Citation/CS1/Date_validation at line 33: attempt to compare number with nil.
- ઉપર જાઓ↑ "[[ગુજરાત]] રાજ્યના અભયારણ્ય તથા રાષ્ટ્રીય ઉદ્યાનોની યાદી". વન અને પર્યાવરણ વિભાગ, ગુજરાત સરકાર. URL–wikilink conflict (help)
|
|
![]() | રાજ્સ્થાન | ![]() | ||
કચ્છનો અખાત, અરબી સમુદ્ર | ![]() | મધ્યપ્રદેશ | ||
![]() ![]() | ||||
![]() | ||||
અરબી સમુદ્ર | ખંભાતનો અખાત, અરબી સમુદ્ર | મહારાષ્ટ્ર |
[વિસર્જન]
ગુજરાતીમાં ટાઈપ કરવા માટે ડાબી બાજુના હાંસિયામાં
પર ક્લિક કરી Inputમાં ગુજરાતી હેઠળ તમને અનુકૂળ કિ-બોર્ડ પસંદ કરો.
If you are unable to see the Gujarati scripts on this page, go to english wikipedia's notes on Enabling complex text support for Indic scripts
અન્ય ભાષાઓમાં
કે Languages
ની બાજુમાં રહેલા 
If you are unable to see the Gujarati scripts on this page, go to english wikipedia's notes on Enabling complex text support for Indic scripts
દિશાશોધન મેનુ
Subscribe to:
Posts (Atom)